<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

અમદાવાદના ચાંદખેડામાં પાર્ક કરેલી બે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો :6.33 લાખનો મુદ્દામાલ જપ્ત

ચાંદખેડા પોલીસે ઈનોવા અને અલ્ટો કારના ચાલકો વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ : ચાંદખેડામાં રેલ્વે ક્રોસિંગ પાસે સંકલ્પ ગ્રીન ફ્લેટના ઈ બ્લોકના બેઝમેન્ટના જાહેર પાર્કિંગમાં અલ્ટો અને તેની બાજુમાં પાર્ક કરેલી ઈનોવા કારમાં દારૂનો જથ્થો હાવાની માહિતી ચાંદખેડા પોલીસને મળી હતી. બાદમાં ઝોન-2 ડીસીપી, એલ ડિવિઝનના એસીપી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ એન.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી.

જેમાં સફેદ કલરની ઈનોવા કારમાંથી રૂ,1,24,785 ની કિંમતની 501 વિદેશી દારૂની બોટલો તથા તેની પાસે પાર્ક કરેલી અલ્ટો કારમાંથી રૂ.9,000 ની કિંમતના બિયરના 72 ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ, બિયર અને બન્ને વાહનો મળીને કુલ રૂચ 6,33,785 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે ઈનોવા અને અલ્ટો કારના ચાલકો વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓએ દારૂ અને બિયરનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને આપવાનો હતો તે સંદર્ભે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(11:08 PM IST)