News of Sunday, 11th August 2024
લીંબડી-અમદાવાદ હાઇવે પર અજાણ્યા વાહને અડફેટે લેતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત
દેવપરા ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે ઉભેલા વૃદ્ધને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો

લીંબડી અમદાવાદ હાઇવે પર અજાણ્યા વાહને ઉભેલા વૃદ્ધને હડફેટે લેતા એમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
દેવપરા ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે ઉભેલા વૃદ્ધને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા.
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતક વૃદ્ધની લાશને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ ગોઝારા અકસ્માતને પગલે લીંબડી અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
