News of Sunday, 11th August 2024
મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
મોડાસાના ગાજણ, સબલપુર, લાલપુર સહિત વિસ્તારમાં વરસાદ:ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

અરવલ્લીના મોડાસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. દિવસ દરમિયાન આ વિસ્તારમાં છુટાછવાયો વરસાદ વરસ્યા બાદ સમી સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
મોડાસાના ગાજણ, સબલપુર, લાલપુર સહિત વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. ત્યારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સાબરકાંઠામાં ધીમીધારે વરસાદી માહોલ જામ્યો અને હિંમતનગરમાં ધીમીધારે વરસાદ આવ્યો છે, ત્યારે ગઈકાલે મોડી રાત્રે હિંમતનગર, ઈડરમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જો કે જિલ્લામાં હજુ ચેકડેમ, તળાવો, જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે.
હિંમતનગર પંથકમાં આજ વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ મોડી રાત્રે હિંમતનગર, ઈડર, વિજયનગર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સારા વરસાદની શક્યતા છે. જેમાં જિલ્લાના અમુક ભાગોમાં આજે સવારે વરસાદ તો ક્યાંક છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
