તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Sunday, 11th August 2024
નર્મદા જિલ્લામાં એક આધેડ અને એક યુવતી ક્યાંક ગુમ થતાં પરિવારે પોલીસની મદદ માંગી
ગુમ થનાર પાયલ બેન મળી આવ્યા છે તેમ તેમના પિતાએ જણાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં બે અલગ અલગ બનાવોમાં એક આધેડ વ્યક્તિ અને એક યુવતી ગુમ થવા બાબતે પોલીસ માં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલ વિગત મુજબ બચુભાઇ ગુસિયાભાઇ વસાવા ઉ.વ.૬૬ રહે.રૂંઢ મોટા ભીલવાડા તા.નાંદોદ જી.નર્મદા નાઓ ગઇ તા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ બપોરના અરસા માં ભેંસો ચરાવવા માટે ગયા હતા તેમની ઘણી શોધખોળ કરવા છતાં મળી આવેલ ના હોઇ તેમના પત્ની મીરાબેન એ રાજપીપળા પોલીસ ની મદદ માંગી છે.
જ્યારે બીજી ઘટના એકતાનગર પોલીસ મથકે નોંધાઇ જેમાં પાયલબેન પંકજભાઈ વિક્રમભાઈ તડવી ઉ.વ.૧૯ રહે.વાડી(ઝરીયા) ઉપલુ ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાઓ તા.૦૯/૦૮/૨૦૨૪ ના રોજ વાડી ગામ ક્યાંક જતા રહ્યા હોય પંકજભાઈ વિક્રમભાઈ તડવી નાઓ એ આ બાબતે એકતાનગર પોલીસ ને જાણ કરતા ઉપરોક્ત બંને બનાવ બાબતે પોલીસે શોધખોળ શરૂ કરી છે.
જોકે ઘટના ની જાણ પોલીસ ને કર્યા બાદ વાડી ગામના પાયલબેન તડવી મળી આવ્યા હોવાનું તેમના પિતા પંકજભાઈ એ જણાવ્યું હતું.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
