News of Sunday, 11th August 2024
દિપડાએ બે મહિલાઓ પર જીવલેણ હુમલો કર્યાની ઘટના મામલે સાંસદ મનસુખ વસાવા એ મુલાકાત લીધી
ગરુડેશ્વર તાલુકામાં દીપડાનો ત્રાસ હોવાથી આ વિસ્તારની મુલાકાત લઈ લોકોના ખબરઅંતર પૂછી મૃતકના પરિવારને સાંત્વના પાઠવી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તારીખ 4 ઓગસ્ટના રોજ માંડણ ગોરા ચીનકૂવા ગામે દિપડાએ બે મહિલાઓ પર જીવલેણ હુમલો કર્યો જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તથા બીજી મહિલાને ગંભીર ઇજા થતાં હાલ ગરૂડેશ્વર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટના બાદ સાંસદ મનસુખભાઇ વસાવા તેમને જોવા પહોંચ્યા ત્યારે વધુ જાણ થઈ કે આ વિસ્તારમાં દીપડાનો ઘણો ત્રાસ છે.અને અહિ સ્થાનિક લોકો ડરી ગયા છે બાળકોને શાળામાં જવામાં પણ તકલીફ આવી રહી છે. આ સંદર્ભે વન વિભાગના અધિકારીઓ સાથે સાંસદે મુલાકાત કરી માનવ ભક્ષી દીપડો પાંજરે પુરાય એવી સૂચના પણ આપી અને લોકોની જીવનશૈલી ફરી રાબેતા મુજબ ભય વિના શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
તેમની આ મુલાકાત દરમ્યાન પૂર્વ જિલ્લા મહામંત્રી જયંતીભાઈ તડવી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
