<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

સાગબારા તાલુકાના પુંજારીગઢ ગામે પત્ની સાથે આડા સંબંધનો વ્હેમ રાખી એક ની પીટાઈ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પુંજારીગઢ ગામમાં આડા સંબંધના વ્હેમ એક વ્યક્તિને માર મારનાર ઈસમ વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે
    પ્રાપ્ત માહિતી અનુસાર રસીકભાઇ દિલીપભાઈ વસાવા(રહે, સોરાપાડા તા.સાગબારા જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના પુંજારીગઢ ગામની સીમમાં આવેલ ખેતરે બનાવેલ ઘર પાસે હતા તે વખતે હરીશચંદ્ર છગનભાઇ વલવી (રહે, પલાસવાડા તા.સાગબારા જી.નર્મદા)  નાઓ તેમની પાસે જઇ કહેવા લાગેલ કે મારી પત્ની સાથે કેમ આડા સબંધ રાખે છે તેમ કહી માં-બહેન સમાન ગાળો આપી ઝપાઝપી કરી નજીકમા પડેલ વાંસની લાકડી નો એક સપાટો માથામાં જમણી બાજુ મારી દઇ સાધારણ ચામડી ફાટી લોહી નીકળી ઇજા કરી તથા બીજો સપાટો જમણા હાથના ખભાના ભાગે મારી મૂઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:56 PM IST)