<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

કાર માઈકલ બ્રીજનું નવીનીકરણ થતા એ રસ્તો બંધ: રાજપીપળામાં શીતળા સાતમનો ભાતીગળ મેળો કાળિયાભુત મંદિર તરફથી ભરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:શીતળા સાતમ હોવાના કારણે રાજપીપળા શીતળા માતાજી ના મંદિરે દરવર્ષે ભરાતો ભાતીગળ મેળો  આ વર્ષે પણ ચાલુ રહ્યો પરંતુ આ વર્ષે કાળિયાભુત મામાના મંદિર ની ચોકડી થી શીતળામાતા મંદિર સુધી મેળો ભરાયો છે. રાજપીપલા નગરપાલિકા દ્વારા દુકાનોના સ્ટોલ પણ આ બાજુ પાડવામાં આવ્યા છે એટલે ભક્તોએ ફરીને મંદિરે દર્શન કરવા જવું પડશે.આ મંદિર વડિયા ગામમાં આવતું હતું જેથી વડિયા ગામનું નું મંડળ વહીવટ કરતુ હતું. વડિયા ગામ ના યુવાનો મંડળ ના સભ્યો દ્વારા મંદિરનું સમગ્ર આયોજન અને મેળાનું સંચાલન કરવામાં આવે છે. આજે મેળો શરૂ થતાં રાજપીપળા પોલીસ સુરક્ષાની જવાદારી સંભાળી છે.
રાજપીપળા શીતળામાતાજી ના મંદિર નજીક આવેલ કારમાઈકલ બ્રીજ જે જર્જરિત થઈ જતા રાજપીપળા નગરપાલિકા દ્વારા જેને હાલ નવો બનાવવામાં આવી રહ્યો છે. એટલે જિલ્લા કલેકટર દ્વારા આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી ને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એટલે આ વર્ષે શીતળા માતાજી નો મેળો નહિ ભરાય એવી શક્યતાઓ ઉભી થઇ હતી, જોકે ભક્તોની માંગને ધ્યાનમાં રાખી ને રાજપીપલા નગરપાલિકા દ્વારા કાળિયાભુત થી શીતળામાતા તરફ મેળો ભરવા પાલિકા તંત્ર એ જાહેરાત કરી હતી.

(12:03 AM IST)