<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

લો બોલો...હવે રખડતા ઢોર મામલે હવે રાજપીપળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પણ મેદાનમાં ઉતર્યા

ટાઉન પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.ડોડીયા એ રખડતા ઢોર માટે પ્રાંત અધિકારી ને લખ્યો પત્ર:અનેકવાર અહેવાલ આવ્યા, સ્થાનિક એ વારંવાર રજૂઆતો કરી છતાં પાલિકાના સત્તાધીશો કુંભ કર્ણની નિંદ્રામાંથી જાગતાં નથી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ થી વેરો ભરતી પ્રજા કંટાળી ચૂકી છે અને શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ઘણા સમયથી વધતો જોવા મળ્યો છે, ભૂતકાળ માં રખડતા ઢોરના કારણે એક બાઈક સવાર નું મોત તેમજ કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયાની ઘટના બની હોવા છતાં પાલિકા તંત્ર માત્ર તમાશો જ જોતી હોય એમ ઢોરો બિન્દાસપણે શહેર માં ફરી રહ્યા છે.
પરંતુ કાયદો અને વ્યવસ્થા ની સાથે સાથે અકસ્માતો અટકાવવા રાજપીપળા ટાઉન પીઆઈ આર.એસ. ડોડીયા પણ રખડતા ઢોર માટે હવે મેદાનમાં ઉતર્યા છે અને તેમણે આ માટે પ્રાંત અધિકારી ને પત્ર લખ્યો છે.
આર.એસ.ડોડીયા પોલીસ ઈન્સપેકટર રાજપીપલા પોલીસ સ્ટેશન નાઓ એ લખેલા પત્ર માં જણાવ્યું છે કે રાજપીપલા ટાઉન વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ ખુબ જ વધી ગયેલ છે અને આ રખડતા ઢોરો રોડ રસ્તા ઉપર જ બેસી રહેતા હોય તેમજ છુટા ફરતા હોય છે જેના કારણે અકસ્માત થવાની પુરેપુરી સંભાવના રહેલ છે અને આ રખડતા ઢોરો ઘણી વખત રસ્તે ચાલીને જતા માણસો ને પણ નુકશાન પહોંચાડતા હોવાના બનાવો બનતા હોય છે તેમજ ટ્રાફીકની સમસ્યા સર્જાતી હોય છે જેથી આ રખડતા ઢોરો બાબતે નિયમોનુસાર આ સમસ્યાના નિરાકરણ માટે કાયદેસરની કાર્યવાહી (પાંજરાપોળમાં મોકલવા) વ્યવસ્થા કરવા જણાવ્યું છે

(12:03 AM IST)