<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

નેત્રંગ તાલુકામાં ૪૫ શાળા અને ૧૨૬ ઓરડાઓ જજઁરીત-ખંડેર હાલતમાં : કંઈ રીતે ભણશે બાળકો..?

તમામ પ્રા.શાળામાં અગત્યના વિષયોના ૭૬ શિક્ષકોની જગ્યા વષૉથી ખાલી: પ્રા.શાળાઓમાં શૈક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતી હશે તે તપાસનો વિષય.....?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:જુન માસમાં નવા શૌક્ષણિક સત્રના પ્રારંભની સાથે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાયઁકમ થકી શાળામાં પ્રવેશ કરનાર નવા વિધાર્થીઓને આવકાર આપવામાં આવે છે.અભ્યાસક્રમને લગતા તમામ સાધન સામગ્રીનું વિતરણ કરાય છે.મુખ્યમંત્રી લઇને ગ્રા.પંચાયતના સરપંચો સુધીના પદાધિકારીઓ-અધિકારીઓ આ કાયઁકમમાં જોડાય છે.જે આનંદની બાબત છે.પરંતુ નેત્રંગ તાલુકાના ગામે-ગામ કાયઁરત ૧૧૦  પ્રા.શાળા માંથી ૪૫ શાળા અને ૧૨૬ ઓરડાઓ જજઁરીત-ખંડેર હાલતમાં છે.ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત વતૉઇ રહી છે.વિધાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર બન્યા છે.

નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાયઁરત ૧૧૦ પ્રા.શાળા માં ૭૬ શિક્ષકો અને ૨૧ માધ્યમિક-ઉ.માધ્યમિક હાઇસ્કુલમાં ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી જેવા અગત્યના વિષયોના શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે.ક્લાકૅ-કારકુન અને સેવક મિત્રોની જગ્યા પણ વષૉથી ખાલી છે.

ઉલ્લેખનીય છે કે,નેત્રંગમાં કાયઁરત મોટા ભાગની શાળાની હાલત જજઁરીત-ખંડેર છે.શિક્ષકોની ઘટ છે.વિધાર્થીઓ ખુલ્લા આકાશની નીચે બેસીને અભ્યાસ કરવા મજબુર છે.વિધાર્થીઓના શૌક્ષણિક કાર્ય ઉપર ગંભીર અસર પડી રહી છે.તેવા સંજોગોમાં પ્રા.શાળાઓમાં શૈક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતી હશે તે તપાસનો વિષય બન્યો છે.....?.

 કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી, એટલે કામગીરી થતી નથી :- સુરેશભાઈ વસાવા, તાલુકા પ્રા.શિક્ષણ અધીકારી
નેત્રંગ તાલુકાની જજઁરીત-ખંડેર હાલતમાં ચાલતી શાળાના સમારકામ-નિમૉણની કામગીરી માટે રાજ્ય સરકાર ટેન્ડર બહાર પાડ્યા હતા.પરંતુ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી એટલે કામગીરી સ્થગીત છે. કોંટ્રાક્ટરે જણાવે છે કે, ટેન્ડરમાં રાજ્ય સરકાર જુના ભાવ આપે છે.જુના ભાવમાં કોન્ટ્રાક્ટરો કામ કરવા તૈયાર નથી


 

(12:07 AM IST)