<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

સુરત: RTOમાં એજન્ટની મિલીભગતથી નકલી આરસી બુક બનાવાના મોટા રેકેટનો પર્દાફાશ

સ્માર્ટ કાર્ડવાળી 370 RC બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ અને 15 સ્ટેમ્પ જપ્ત: ક્રાઇમ બ્રાન્ચે ડભોલીની સર્જન વાટિકા સોસાયટીમાં દરોડા પાડ્યા : આપઘાત કરનાર યુવકની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું

સુરત: RTOમાં એજન્ટની મિલીભગતથી નકલી RC બુક બનાવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સ્માર્ટ કાર્ડવાળી 370 RC બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ અને 15 સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે ડભોલીની સર્જન વાટિકા સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. 

 આપઘાત કરનાર યુવકની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. 10 દિવસ પહેલા કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી યુવકે આપઘાત કર્યો હતો. બાઇકની લોન અંગે ફાઇનાન્સ કંપની ત્રાસ આપતી હોવાથી આપઘાત કર્યો હતો. ફાઇનાન્સ કંપનીની ત્રાસ આપતી હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો. લોન બાકી હોવા છતાં અન્યના નામે RC બુક ટ્રાન્સફર થઇ ગઈ હતી. પોલીસ અને RTOએ તપાસ કરતા RC બુકનું ભોપાળુ બહાર આવ્યું છે

(3:31 PM IST)