News of Monday, 12th August 2024
નર્મદા નદીના ડાઉન સ્ટ્રિમમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ: કાંઠા વિસ્તારોમાં એલર્ટ
નદી કિનારે જવા પર પ્રતિબંધ હોવા છતા લોકોના ટોળેટોળા ઉમટ્યા : વધતી ભીડને રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી

ભરૂચ: નર્મદા નદીના ડાઉન સ્ટ્રિમમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પાણી છોડાતા નર્મદા નદી બેકાંઠે વહી રહી છે. નર્મદા નદીનું જળસ્તર વધતા મોટી સંખ્યામાં લોકો પાણી જોવા ઉમટ્યા છે. નદી કિનારે જવા પર પ્રતિબંધ હોવા છતા લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. લોકોની વધતી ભીડને રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. સતર્કતાના ભાગરૂપે કાંઠા વિસ્તારોમાં એલર્ટ અપાયુ છે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
