<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

ગુટલીબાજ શિક્ષકો મુદ્દે વધુ એક ઘટસ્ફોટ: મગવાસ ગામની શાળાનો મુખ્ય શિક્ષક 12 મહિનાથી ગેરહાજર

ગ્રામજનોએ તાલુકા અને જિલ્લા શિક્ષણ કચેરીએ રજુઆત કરી,ધારાસભ્યએ પણ રજૂઆત કરી, અનેક રજુઆત છતાં નિરાકરણ નહીં આવતા ગ્રામજનોએ શાળાએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો

 બનાસકાંઠા: શાળામાં ગેરહાજર શિક્ષકો મુદ્દે વધુ એક ઘટસ્ફોટ થયો છે. મગવાસ ગામની શાળામાં શિક્ષક 12 મહિનાથી ગેરહાજર હોવાનુ સામે આવ્યુ છે. ગણિત અને વિજ્ઞાન વિષયનો મુખ્ય શિક્ષક જ શાળામાં 1 વર્ષથી ગેરહાજર છે. ધોરણ 6 થી 8 નો શિક્ષક છેલ્લા 1 વર્ષથી ગેરહાજર છે. ગ્રામજનોએ તાલુકા અને જિલ્લા શિક્ષણ કચેરીએ કરી છે અનેક રજૂઆત કરી ચુક્યા છે. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને પણ રજૂઆત કરી ચૂક્યા છે. અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો

(1:03 PM IST)