<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

રાજ્યમાં સરેરાશ અત્યાર સુધીમાં 70.81 ટકા વરસાદ નોંધાયો : સૌથી વધુ કચ્છમાં 87.34 ટકા :ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો

રાજ્યના 48 ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાયા: 41 જેટલા ડેમ 70થી 90 ટકા ભરાયા: 56 ડેમ હજૂ પણ 25 ટકાથી ઓછા ભરાયા

અમદાવાદ : રાજ્યમાં ચોમાસુ જામ્યું છે એવામાં રાજ્યમાં સરેરાશ અત્યાર સુધીમાં 70.81 ટકા વરસાદ વરસાદ વરસી ચુક્યો છે જેમાં ઝોન પ્રમાણે સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે કચ્છમાં ચાલુ સિઝનનો સૌથી વધુ 87.34 ટકા વરસાદ વરસ્યો તો દક્ષિણ ગુજરાતમાં 84.96 સૌરાષ્ટ્રમાં 78.96 એમાંય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ તરસ્યુ જ છે અને વરસાદની રાહ જોઈ રહ્યું છે. મધ્ય ગુજરાતમાં 54.51 ટકા વરસાદ પડ્યો તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 53.27 ટકા વરસાદ પડ્યો છે.

વરસાદના કારણે રાજ્યના અનેક ડેમ ભરાયા છે જેમાં રાજ્યના 48 ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાયા છે તો 41 જેટલા ડેમ 70થી 90 ટકા ભરાયા છે.  56 ડેમ હજૂ પણ એવા છે જે 25 ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના 62 ડેમમાં પાણીના પ્રવાહ અને સ્થિતિને લઈને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તો 12 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.

(1:11 PM IST)