News of Monday, 12th August 2024
ગુજરાતના ૧૫૩ તાલુકામાં ઝાપટાથી ૧ ઇંચ વરસાદ વરસ્યો
આંકલાવ અને ખેર ગામમાં ૧ ઇંચ કરતા વધુ વરસ્યો

રાજકોટ તા. ૧૨ : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૩ તાલુકામાં મેઘમહેર થઈ છે. જો કે, રાજયના બે જ તાલુકા આંકલાવ અને ખેરગામમાં એક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. જયારે અન્ય તમામ તાલુકામાં સામાન્યથી ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જયારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
