News of Monday, 12th August 2024
ગુજરાતમાં સિઝનનો ૭૦ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં
અમદાવાદ સહિત સાત જિલ્લામાં હજુ સુધી ૫૦ ટકા પણ વરસાદ પડ્યો નથી : સૌથી ઓછો ઉ.ગુજરાતમાં

નવી દિલ્હી તા. ૧૨ : ગુજરાતમાં રવિવારે સવાર સુધીમાં ૭૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. તમામ ઝોનમાં ૫૦ ટકાથી વધુ વરસાદ થયો છે. કચ્છ અને દક્ષિણ ુજરાતમાં સૌથી વધુ જયારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. રાજયના ત્રણ જિલ્લામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જયારે અમદાવાદ સહિત સાત જિલ્લા એવા છે કે જયાં હજુ સુધી ૫૦ ટકા પણ વરસાદ પડ્યો નથી.
તેની સરખામણીમાં રવિવાર સવાર સુધી રાજયમાં ૬૨૧ મીમી વરસાદ નોંધાયો છે જે ૭૦.૩૫ ટકા છે. ૨૫૧ તાલુકાઓમાંથી, ૪૨ તાલુકાઓમાં ૧૦૦૦ મીમીથી વધુ અને ૭૩ તાલુકાઓમાં ૫૦૦ થી ૧૦૦૦ મીમી વચ્ચે વરસાદ નોંધાયો છે. ૧૦૧ તાલુકાઓમાં ૨૫૦ થી ૫૦૦ મીમી પાણી પડ્યું હતું જયારે ૩૫ તાલુકાઓમાં ૧૨૫ થી ૨૫૦ મીમી પાણી પડ્યું હતું. ૩૧ તાલુકાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો છે. ત્રણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના લીમખેડા તાલુકામાં માત્ર ૨૧.૫૮ ટકા વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે સૌથી ઓછો ૩૪.૫૩ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બોટાદમાં માત્ર ૪૨.૦૭ ટકા, અરવલ્લીમાં ૪૨.૯૨, દાહોદમાં ૪૫.૨૪, ગાંધીનગરમાં ૪૮.૦૮, અમદાવાદમાં ૪૮.૬૭ અને પંચમહાલ જિલ્લામાં ૪૯.૭૩ ટકા વરસાદ નોંધાયો છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
