News of Monday, 12th August 2024
ક્લાઇમેટ ચેન્જથી માઠીઃ ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઇઃ અતિભારે વરસાદની ઘટના વધી
રાજ્યમાં ઓછા સમયમાં વધુ વરસાદ પડવા લાગ્યોઃ આવી સ્થિતિ રહેશે તો પુર વધશેઃ નિષ્ણાંતોએ ચિંતા દર્શાવી

ગાંધીનગર,તા. ૧૨:ગુજરાતમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. ક્લાયમેટ ચેન્જને કારણે ગુજરાતમાં વરસાદની આખી પેટર્ન બદલાઈ છે. રાજયમાં અતિથી અતિભારે વરસાદ પડવાની ઘટનામાં વધારો નોંધાયો છે. ખેડૂતો માટે પણ માઠા સમાચાર એ છે કે, નિષ્ણાતોનું માનવુ છે કે, જો આ જ પરિસ્થિતી રહી તો, પૂરની ઘટનાઓમાં વધારો થશે તે દિવસો દૂર નથી.
ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદની પેટર્નમાં ફેરફાર થયો છે. આ કારણોસર ગુજરાતમાં પણ વરસાદનું આખુ ચિત્ર બદલાયુ છે. હવે એવું જોવા મળી રહ્યુ છે કે, વરસાદ જયાં પડે ત્યાં એકધારો ખાબકે છે. જયારે અન્ય ઠેકાણે વરસાદનું ટીપુય પડતું નથી. રાજયસભામાં કેન્દ્ર સરકારે રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં એવા તારણો રજૂ કરાયા છે કે, છેલ્લાં ઘણાં સમયથી ભારતના વિવિધ ભાગોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પવનની પેટર્નમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. દરિયાની જળસપાટી ચિંતાજનક હદે વધી રહી છે. વરસાદની બદલાયેલી પેટર્ન માટે આ બધાય જવાબદાર પરિબળો છે.
ગુજરાતમાં વરસાદની તિવ્રતા ક્રમશ વધી રહી છે. ક્લાયમેટ ચેન્જને લીધે જ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધ્યુ છે. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે, વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં ૬૩૪ વખત અઢી માંડીને સાડા ચાર ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. આ દરમિયાન એવુ બન્યુ કે, ૧૭૪ વખત સાડા ૪થી માંડીને ૮ ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ૧૮ વખત તો ૮ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વર્ષ ૨૦૨૩માં ૬૩૫ વખત અઢી માંડીને સાડા ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો. જયારે ૨૬૪ વખત સાડા ચારથી માંડીને ૮ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ૪૯ વખત ૮ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.ᅠઅતિભારે વરસાદ નુકસાનકારકગુજરાતમાં એતિ ભારે વરસાદ પડવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેને લઈને આગામી દિવસોમાં પૂર આવવાની ઘટનાઓમાં પણ વધારો થાય તેવી ભિતી વ્યક્ત કરવામાં આવી રહી છે. પુરતો વરસાદ જ ખેડૂતો માટે ફાયદાકારક છે. પરંતુ અતિભારે વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભારે વરસાદ થાય તો ખેતીને વ્યાપકપણે નુકસાન થાય છે તેથી પાક ઉત્પાદન પર પણ અસર થાય છે. આ જોતાં જ અતિશય ભારે વરસાદ પડવાની ઘટનાથી ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. વરસાદની આ જ પેટર્નને કારણે વાદળ ફાટવાની સાથે સાથે ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. આમ પર્વતીય વિસ્તારોમાં બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી રહી છે.ગુજરાતના ૪૨ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ ગુજરાતમાં અત્યારસુધી ૪૨ તાલુકા એવા છે, જેમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આ સિવાય ૭૩ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ, ૧૦૧ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ, ૩૫ તાલુકામાં ૫થી ૧૦ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ૫ ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા એકપણ તાલુકા નથી.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
