News of Monday, 12th August 2024
બનાસકાંઠામાં ૪ વર્ષમાં ૩૩ શિક્ષકોને હાંકી કઢાયાઃ અમેરિકાવાળા કઇ રીતે રહી ગયા?

અમદાવાદ તા. ૧રઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૮ વર્ષથી દાતાની એક પ્રાથમિક શાળાની એક શિક્ષિકા અમેરિકા સ્થાયી થતા ઇન્ચાર્જ આચાર્ય દ્વારા આ સમગ્ર મામલાનો ભાંડો ફોડતા રાજયનો શિક્ષણ વિભાગ દોડતો થયો છે. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ છેલ્લા ૪ વર્ષમાં ૩૩ જેટલા દોષિત શિક્ષકોને જુદા-જુદા કારણોસર બરતરફ કરાયા હોવાનો દાવો કર્યો છે. ત્યારે આ શિક્ષિકા સામે હજુ કોઇ કાર્યવાહી ના થતાં અનેક સવાલો ઉભા થયા છે. દાતા તાલુકાના પ્રાથમિક શાળાનાં શિક્ષીકા અમેરિકા રહેતા હોવા છતાં શાળાના રજીસ્ટરમાં નામ ચાલતું હોવાનું બહાર આવતાં શિક્ષણ વિભાગ દોડતું થયું છે. જે બાદ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે છેલ્લા ૪ વર્ષમાં કાર્યવાહી કરવામાં આવીસ છે અને દોષિત ૩૩ શિક્ષકો સામે કાર્યવાહી કરી તબરફ કરાયા છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
