News of Monday, 12th August 2024
૧પ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની ઉજવણી નડિયાદ ખાતે : ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી બનાસકાંઠા ખાતે : રાજય મંત્રી મંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે

રાજકોટ, તા. ૧ર : ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૪ની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કયા મહાનુભાવ કયાં ધ્વજવંદન કરાવશે તેની વિગતોઃ
આ ઉપરાંત આણંદ, પોરબંદર, છોટાઉદેપુર, અરવલ્લી, પાટણ, રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહીસાગર, ગાંધીનગર, નર્મદા અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લામાં કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે તેમ, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. (જનક દેસાઇ)(૯.૩પ)
કેબિનેટ મંત્રીશ્રીઓ
મંત્રીશ્રીનું નામ જિલ્લો
કનુભાઈ દેસાઈ સુરત
ઋષિકેશભાઈ પટેલ મહેસાણા
રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ
બલવંતસિંહ રાજપૂત કચ્છ
કુંવરજીભાઈ બાવળીયા અમરેલી
મુળુભાઈ બેરા બોટાદ
ડૉ. કુબેરભાઈ ડિંડોર સાબરકાંઠા
શ્રીમતી ભાનુબહેન બાબરિયા ગીર સોમનાથ
નાયબ અધ્યક્ષશ્રી (વિધાનસભા)
જેઠાભાઈ આહીર (ભરવાડ) પંચમહાલ
રાજ્યમંત્રીશ્રીઓ
હર્ષ સંઘવી વડોદરા
જગદીશ વિશ્વકર્મા વલસાડ
પરષોત્તમભાઈ સોલંકી ભાવનગર
બચુભાઈ ખાબડ દાહોદ
મુકેશભાઈ પટેલ તાપી
પ્રફુલભાઈ પાનશેરિયા ડાંગ
ભીખૂસિંહજી પરમાર દેવભૂમિ દ્વારકા
કુંવરજીભાઈ હળપતિ નવસારી
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
