<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

વાપીના મોરાઈ ખાતે આવેલ રંગોલી હોટલની બાજુમાં શાંતિ કોમ્પલેક્ષમાં ફાયરીંગ

જમીન વિવાદમાં ભાજપના નેતાએ કર્યું બે રાઉન્ડ ફાયરિંગ; વાપી DYSP સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો

વલસાડના વાપીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. વાપીના મોરાઈ ખાતે આવેલ રંગોલી હોટલની બાજુમાં શાંતિ કોમ્પલેક્ષમાં ફાયરીંગનો બનાવ બન્યો છે. શાંતિ કોમ્પલેક્ષની દુકાન નંબર 102 માં ફાયરીંગની ઘટના ઘટી હતી. જમીન વિવાદમાં ફાયરિંગ કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફાયરીંગની ઘટનાની જાણ થતા જ વાપી DYSP સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો.

પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા, ભાજપના નેતા દ્રારા  બે રાઉન્ડ ફાયરીંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. ગિરિરાજ જાડેજા દ્રારા જમીન વિવાદમાં ફાયરિંગ કરાયું છે. જમીન વિવાદને લઈને, લોકો એકઠા થયા હતા, જેમાં મામલો બીચકાતા ભાજપના નેતા દ્રારા બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.

(7:12 PM IST)