<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

વડોદરાના વાઘોડિયામાં તિરંગા યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીને રખડતી ગાયે લીધા અડફેટે

બે વિદ્યાર્થીઓને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીને માથાના ભાગે નાની ઈજાઓ પહોચી

વડોદરાના વાઘોડિયામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. આજે ત્રિરંગા યાત્રા દરમિયાન રોડ પર રખડતી ગાયે વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. બે વિદ્યાર્થીઓને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીને માથાના ભાગે નાની ઈજાઓ પહોચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

(7:12 PM IST)