<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂતિયા શિક્ષકોને શોધવાનો સર્વે શરૂ

300 શાળાઓના કરાયેલા સર્વેમાં 2 શિક્ષકો રજા મુક્યા વગર અને 30 દિવસથી છે ગેરહાજર હોવાનું ખુલ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂતિયા શિક્ષકોને શોધવાનો સર્વે શરૂ કરાયો છે. સુરેન્દ્રનગરમાં 2 ભૂતિયા શિક્ષકો હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. 300 શાળાઓના કરાયેલા સર્વેમાં 2 શિક્ષકો રજા મુક્યા વગર અને 30 દિવસથી છે ગેરહાજર હોવાનું જણાયું છે. આ શિક્ષકો વિદેશ જતા રહ્યા હોવાની શિક્ષણ વિભાગને શંકા છે. 

  સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગે રાજ્ય સરકારને બન્ને શિક્ષકોનો રિપોર્ટ રજૂ કર્યો છે. સરકારનો પગાર લે છે પણ શાળાએ આવતા ના હોવાનું બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાની પાટડીની અંતરિયાળ ગામોની શાળાના બન્ને શિક્ષકો છે. હાલ બન્નેના રિપોર્ટ શિક્ષણ વિભાગમાં રજૂ કરાયા છે.

(7:14 PM IST)