News of Monday, 12th August 2024
વડોદરાના ડભોઇ પંથકમાં ફરી વરસાદી માહોલ : સવારથી વરસાદનું આગમન
એસટી ડેપો, રેલવે મથક, આંબાવાડી, નવીનગરીમાં વરસાદ વરસ્યો. મહેતા પાર્ક, સોમેશ્વર પાર્ક, વિમલ સોસાયટી, ગણેશનગર, આશીર્વાદ સોસાયટી વિસ્તારમાં મેઘ મહેર: વડજ, ધરમપુરી, તનવડા, શંકરપુરા. વઢવાણા, શમશેરપુરા, ઠાલનગર, અંબાવ, કુંઢેલામાં પણ વરસાદ

વડોદરાના ડભોઇમાં ફરી વરસાદનું આગમન થયુ છે. એસટી ડેપો, રેલવે મથક, આંબાવાડી, નવીનગરીમાં વરસાદ વરસ્યો. મહેતા પાર્ક, સોમેશ્વર પાર્ક, વિમલ સોસાયટી, ગણેશનગર, આશીર્વાદ સોસાયટી વિસ્તારમાં મેઘ મહેર થઈ છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.
ડભોઇ તાલુકાના વડજ, ધરમપુરી, તનવડા, શંકરપુરામાં પણ વરસાદ વરસ્યો છે. તો વઢવાણા, શમશેરપુરા, ઠાલનગર, અંબાવ, કુંઢેલામાં પણ વિરામ બાદ વરસાદ વરસ્યો છે. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
