News of Monday, 12th August 2024
અમદાવાદમાં 3 માસથી વધુ સમયથી ગેરહાજર શિક્ષકો પર તવાઈ : રજા લઈને વિદેશ જતા રહ્યાનો ખુલાસો થયો
ત્રણેય શિક્ષકો રજા લઈને જ ગયા હોવાનો પણ ખુલાસો: DEOએ ગેરહાજર શિક્ષકો અંગે માહિતી આપી

અમદાવાદ : રાજયમાં ગેરહાજર શિક્ષકોના મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા સર્વે- કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, રાજ્યના જિલ્લાઓમાં શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકો પર તવાઈ બોલાવાઇ રહી છે આ દરમિયાન અમદાવાદમાં 3 માસથી વધુ સમયથી ગેરહાજર શિક્ષકો પર તવાઈ બોલાવાઈ છે.
અમદાવાદમાં 3 શિક્ષકો રજા લઈ વિદેશ જતા રહ્યાનો ખુલાસો થયો છે. 3 3 શિક્ષકો 3 માસથી વધુ સમયથી ગેરહાજર છે. તપાસ દરમિયાન ત્રણેય શિક્ષકો રજા લઈને જ ગયા હોવાનો પણ ખુલાસો થયો છે. DEOએ ગેરહાજર શિક્ષકો અંગે માહિતી આપી છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
