News of Monday, 12th August 2024
રાજકોટમાં કપાસનો ભાવ રૂ. 1570 સુધી બોલાયો : જાણો રાજ્યની 10 માર્કેટ યાર્ડમાં શું રહ્યો ભાવ?
રાજ્યની વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 174.91 ટન કપાસની આવક થઇ

અમદાવાદ : ગુજરાતની 10 માર્કેટ યાર્ડમાં કુલ 174.91 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટમાં રૂ.1570 બોલાયો હતો. જ્યારે બાબરા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1554 સુધી બોલાયો હતો. રાજકોટમાં કપાસનો નીચો ભાવ 1370 રૂપિયા સુધી ગયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 174.91 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 120 ટન, અમરેલીમાં 40.51, જામનગરમાં 9.20, છોટા ઉદેપુરમાં 4.10 અને ભરૂચ જિલ્લામાં 1.10 ટન કપાસની આવક થઇ છે. નોંધનીય છેકે 10 ઓગસ્ટે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 228.60 ટન કપાસની આવક થઇ હતી.
કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?
માર્કેટ ટાર્ડનીચો ભાવઉંચો ભાવરાજકોટ13701570બાબરા13261554અમરેલી8961540સાવરકુંડલા12501526બગસરા11001501જામનગર13201500બોડેલી13401390જંબુસર(કાવી)11201200જંબુસર10801160ધારી11501151
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
