<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

ગુજરાતમાં જીરાનો સૌથી ઉંચો 5286 રૂપિયા ભાવ ઉંઝામાં બોલાયો:જાણો રાજ્યની 23 માર્કટિંગ યાર્ડ શું ભાવ રહ્યો ?

ઉંઝા સહિતની 23 માર્કેટિંગ યાર્ડમાં કુલ 553.59 ટન જીરાની આવક થઇ

અમદાવાદ : ગુજરાતની ઉંઝા સહિતની 23 માર્કેટિંગ યાર્ડમાં કુલ 553.59 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5286 રૂપિયા બોલાયો છે. જ્યારે રાધનપુરમાં 5020 રૂ., માંડલમાં 5010 રૂ. અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4820 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 553.59 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 424.94, રાજકોટમાં 40, મોરબીમા 23.48, જામનગરમાં 23.30, પાટણમાં 20.46, દેવભૂમિ દ્વારકામાં 14.60, અમરેલીમાં 2.40, અમદાવાદમાં 1.50, બનાસકાંઠામાં 1.49, પોરબંદરમાં 0.40 અને કચ્છ જિલ્લામાં 0.30 ટન જીરાની આવક થઇ છે.

જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?

માર્કેટ ટાર્ડનીચો ભાવઉંચો ભાવઊંઝા43605286રાધનપુર37505020માંડલ46015010હળવદ42514945જામનગર32004935વાંકાનેર41004912મોરબી43504892જામ ખંભાળીયા44004876સમી42504850સિદ્ધપુર48354835રાજકોટ43604820દસાડા પાટડી45504800વાવ28504780અમરેલી32004725અંજાર47204720સાવરકુંડલા41004711બાબરા42304700ડીસા (ભીલડી)46004600ભાણવડ41004500પોરબંદર43254475પાંથાવાડા44604460ધ્રાંગ્રધ્રા43054401બગસરા30003850

(9:10 PM IST)