<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

કડીના ૨ ગેસ્ટ હાઉસમાં પોલીસે દરોડા પાડી કુટણખાનાં ઝડપ્યા ગેસ્ટ હાઉસમાં આકસ્મિક દરોડા પાડી કુટણખાના ઝડપી પાડ્યાઃબન્ને ગેસ્ટ હાઉસમાંથી ૪ શંકાસ્પદ સ્ત્રી સહિત એક સંચાલક ઝડપાયો

મહેસાણા,તા.૧૨

કડી ટાઉનમાં સ્થાનિક પોલીસે બાતમીના આધારે બે ગેસ્ટ હાઉસમાં આકસ્મિક દરોડા પાડી કુટણખાના ઝડપી પાડ્યા હતા. પોલીસે બન્ને રેડમાં અનૈતિક ધંધા સાથે સંકળાયેલ શંકાસ્પદ ચાર સ્ત્રીઓ સાથે એક શખ્સની પોલીસે અટકાયત કરી હતી. 

કડી પોલીસે બાતમીના આધારે બે ટીમ બનાવી શહેરમાં આવેલ ગજરાજ અને છાયા ગેસ્ટ હાઉસમાં અચાનક દરોડા પાડ્યા હતા. પોલીસને સચોટ બાતમી મળી હતી કે ઉપરોક્ત બન્ને ગેસ્ટ હાઉસમાં બહારથી સ્ત્રીઓ બોલાવી દેહ વિક્રિયનો ધંધો કરાવવામાં આવે છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી આ બન્ને ગેસ્ટ હાઉસમાં રેડ પાડતા દોડધામ મચી જવા પામી હતી.

આ દરોડામાં ગજરાજ ગેસ્ટ હાઉસમાં જાની સતિષ રાજુભાઈ ઉ.વ. ૩૪ (રહે. આદુંદરા તા. કડી) બહારથી સ્ત્રીઓ દેહ વિક્રીયના ધંધા માટે બોલાવતો હતો. ગેસ્ટ હાઉસના રૃમમાં સગવડ આપી કુટણખાના જેવી અનૈતિક ધંધો કરાવી સ્ત્રીઓ મારફતે કમાણી કરતો હતો. પોલીસને ગજરાજ ગેસ્ટ હાઉસમાંથી શંકાસ્પદ ત્રણ સ્ત્રીઓ સહિત સતિષ જાની મળી આવ્યો હતો. રેડ દરમિયાન પોલીસે મોબાઈલ અને રોકડ રકમ સહિત રૃ. ૮,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જ્યારે છાયા ગેસ્ટ હાઉસમાં રેડ દરમિયાન કુટણખાનુ ચલાવતો કલાલ ઈમરાનભાઈ નશીબખાન (કલાલવાસ, કડી) પોલીસના હાથે લાગ્યો ન હતો. પરંતુ, પોલીસને ગેસ્ટ હાઉસમાંથી શંકાસ્પદ એક સ્ત્રી મળી આવી હતી. પોલીસે આ અંગે ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(9:35 PM IST)