<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

રાજપીપળામાં સામાજિક કાર્યકર અને બાળ વિભાગ દ્વારા બે બાળકોને ઓળખ કરી ચિલ્ડ્રન હોમમાં મૂક્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર ભાજપ મહામંત્રી અને નર્મદા જીલ્લાના સામાજીક કાર્યકર અજીતભાઇ પરીખ તેમજ જીલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદાના દ્વારા કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા ૦૨ બાળકો (૦૧ દીકરો+૧ દીકરી) ની ઓળખ કરવામા આવી હતી, બાળકોની માતા પુન:લગ્ન કરી બાળકોને તરછોડીને જતી રહી અને હાલમા માતાનો ક્યાંય પત્તો નથી,  જ્યારે બાળકોના પિતા આખો દિવસ ભંગાર વીણી, ગમે તે જ્ગ્યા પર બાળકોને રાખી ગુજરાન ચલાવતો હતો.
તા.14/06/2024 ના રોજ બાળ સુરક્ષા વિભાગે બાળકનો હવાલો મેળવી બાળ કલ્યાણ સમિતી નર્મદા સમક્ષ બાળકોને રજુ કરીને બાળકોની ઉંમર ૦૬ વર્ષ કરતા નાની હોવાનું જણાતા ભરૂચ SAA સંસ્થા ખાતે તબદીલ કરવામા આવ્યા, તા.12/08/2024 ના રોજ ચિલ્ડ્રન હોમ સંસ્થા ખાતે લાવવામાં આવ્યા, જેમા નર્મદા જીલ્લાના સામાજીક કાર્યકર અજીતભાઇ પરીખ, જીલ્લા બાળ  સુરક્ષા અધિકારી ચેતન પરમાર તેમજ સંસ્થાના અધિક્ષક આતીશ પંચોલી તેમજ સ્ટાફ દ્વારા બાળકનુ તિલક કરી પરંપરાગત સ્વાગત કરી મીઠુ મોઢુ કરવી સંસ્થામા પ્રવેશ આપવામા આવેલ છે

(10:56 PM IST)