<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

રાજપીપળા વડ ફળિયા વિસ્તારમાં સાપ નીકળતા સ્થાનિકોના જીવ અધ્ધર

રહેણાક વિસ્તારમાં અચાનક સાપ દેખા દેતા લોકોમાં નાસભાગ જોવા મળી, લોકટોળા ભેગા થતા સાપને મારી નાખ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળાના વડ ફળિયામાં સવારે એક સાપ નીકળતા સ્થાનિકો માં ફફડાટ ફેલાયો હતો, શહેરી વિસ્તારમાં જવલ્લેજ દેખતા સાપ આમ અચાનક દેખાતા લોકો ગભરાય ગયા હતા અને ગભરાયેલા લોકોએ સાપને મારી નાખ્યો હતો
    રાજપીપળા વડ ફળિયામાં રહેતા આરીફભાઈ કુરેશી કામ અર્થે બજાર ગયા હતા ત્યારે ઘરમાં એમના પત્ની હતા અને ઘર બહાર દીવાલ પર લાગેલ પાણીના ભૂંગળા પાછળ એક સાપ દેખાતા સ્થાનિકો એ તેમના પત્નીને જાણ કરી ત્યારબાદ સાપને જેમ તેમ ભૂંગળાથી બહાર કાઢ્યો અને ગભરાયેલા સ્થાનિક લોકોએ આખરે આ સાપને મારી નાખતા સૌએ રાહત અનુભવી હતી.
આ બાબતે આરીફ કુરેશીએ વન વિભાગ માં પૂછતા જાણવા મળ્યું કે આ ધામણ જાતીની સાપ હતો અને એ બિન ઝેરી હોય છે.

(10:58 PM IST)