<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

રાજપીપળામાં ઘઉંના તૈયાર લોટના પેકેટોમાંથી ઇયળો નીકળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ જરૂરી

પાચ કિલોના પેકિંગમાં આવતો ઘઉંનો લોટ કેટલા દિવસ જુનો હશે અને કેમ ઇયળો કે જીવતો નિકળે છે તે તપાસ જરૂરી:નર્મદા જિલ્લો અલગ થયાને ૨૭ વર્ષ થવા છતાં હજુ ફૂડ એન્ડ ડ્રગ કચેરી નર્મદા જિલ્લામાં કાર્યરત નથી: સરકાર વોટ બેંક ઉભી કરવા જિલ્લા અને તાલુકા અલગ કરે છે પરંતુ જરૂરી સુવિધાઓ નહિ આપતા મુશ્કેલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી કાર્યરત નથી જેના કારણે કેટલાક વેપારીઓ વાસી કે જૂની બગડેલી વસ્તુઓ વેચતા આવ્યા છે અને ગ્રાહકો રૂપિયા ખર્ચવા છતાં ખરાબ વસ્તુ લેતા જોવા મળે છે માટે રાજપીપળામાં ફૂડ એન્ડ ડ્રગ કચેરી કાર્યરત કરાઇ એ જરૂરી છે
વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી રાજપીપળાના કેટલાક વેપારીઓને ત્યાં વેચાતા ઘઉં ના તૈયાર લોટ ના પેકેટ માં ઇયળો સહિતની જીવતો નિકળવાની બાબત સામે આવે છે, જોકે નિયમોનુસાર ખાદ્ય વસ્તુઓ પર બનાવટની તારીખ અને એક્સપાયારી ડેટ ફરજિયાત લખવાની હોય છે પરંતુ કેટલીક કંપની આ બાબતે બિલકુલ લાપરવાહ હોય છે અને આડેધડ વેચાણ કરે છે સાથે સાથે ઘઉં નો.લોટ કેટલો જુનો છે ક્યાં સુધી વાપરી શકાય એ ખબર નહિ હોવાથી છૂટક વેચાણ કરતા વેપારીઓ પણ દ્વિધામાં મુકાઈ છે અને ગ્રાહકોને લોટ આપ્યા બાદ પેકેટ તોડતા અંદરથી જીવતો નિકળે તો નામ છૂટક વેપારીનું ખરાબ થાય છે. માટે કોટ બનાવનાર કંપની પર જ કાર્યવાહી કરવી પડે.
જોકે નર્મદા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગની કચેરી નથી અને તેનો બધો વહીવટ ભરૂચથી જ થાય છે તો છેતરાયેલા ગ્રાહકો લોટ કે અન્ય નાની વસ્તુઓની ફરિયાદ કરવા ક્યાં ભરૂચ સુધી લાંબા થાય..? આ ફક્ત લોટની વાત નથી રાજપીપળામાં મીઠાઈ,  ફરસાણ સહિત ઘણી ખાદ્ય વસ્તુઓ વાસી વેચાણ થાય છે અને કેટલીક નાસ્તાની લારીઓ ઉપર પણ પાઉં, બ્રેડ સહિતની વસ્તુઓ વાસી વેચતા હોવા છતાં કોઈજ જોનાર નથી.
નર્મદા જિલ્લો ભરૂચથી અલગ પડ્યા ને લગભગ ૨૭ વર્ષ જેવો સમય વિતી ગયો હોવા છતાં નર્મદા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ સહિત કેટલીક કચેરીઓ કાર્યરત નથી, સરકાર વોટ બેંક ઉભી કરવા જિલ્લા અને તાલુકા અલગ કરે છે પરંતુ ત્યાં પૂરતી સવલતો નહિ મળતાં લોકો છેતરાય છે અથવા ધક્કે ચઢતા જોવા મળે છે

(11:01 PM IST)