News of Monday, 12th August 2024
રાંધણ છઠનું જમવાનું બનાવવા બાબતે કહેતા ગર્ભવતી મહિલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં ગર્ભવતી મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
મળતી માહિતી અનુસાર રાકેશકુમાર કંચનભાઈ બારીયા ઉંમર વર્ષ આશરે-૨૯ ધંધો-નોકરી (રહે કંથરપુરા મોટું ફળિયુ તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા) નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના પત્નિ પ્રજ્ઞાબેન રાકેશભાઈ બારીયા ઉ.વ.-૨૪ ના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા અને હાલમાં તેઓ સાત મહીનાનો ગર્ભ હોય તેમને રાઘણછઠ્ઠના દિવસે આખો દિવસ જમવાનું બનાવવુ પડેલ હોય અને તે જિદ્દી સ્વભાવના હોય ઘરકામ બાબતે કહેવા જતા તેમને લાગી આવતા આવેશમાં આવી કપાસમાં છાંટવાની મોનોકોટો નામની ઝેરી દવા પી જતા સારવાર માટે પ્રથમ ગરૂડેશ્વર સરકારી દવાખાને ત્યારબાદ રાજપીપલા સિવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઇ જતા તેમનું મોત નિપજ્યું હતું.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
