News of Monday, 12th August 2024
પણ ગામમાં જુવાર દળાવવા જતા રાહદારીને બાઈક સવારે પાછળથી ટક્કર મારતાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પણગામ ગામની પ્રાથમિક શાળા પાસે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિ નું મોત થયું હતું
મળતી માહિતી અનુસાર ગુલાબસીંગભાઇ બેડીયાભાઇ વસાવા(રહે.પણગામ પટેલ ફળીયુ. તા.દેડીયાપાડા, જી.નર્મદા )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ બેડીયાભાઇ બાબીયાભાઇ વસાવા (રહે.પણગામ પટેલ ફળીયુ, તા.દેડીયાપાડા, જી.નર્મદા) નાઓન નાઓ પોતાના ઘરેથી ચાલતા ચાલતા જુવાર દળાવવા સારૂ ગામમા જતા હતા તે વખતે ધર્મેશભાઇ ખાલપાભાઇ વસાવા નાઓએ પોતાના કબ્જાની હોન્ડા કંપનીની સાઈન મો.સા.નં. GJ-22-L-7923 ની પુરઝડપે હંકારી લાવી પાછળથી એક્સીડન્ટ કરી માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પંહોચાડી સ્થળ ઉપર જ મોત નિપજાવતા ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
