News of Monday, 12th August 2024
ડેડીયાપાડાના યાલ - બીતાડાનો પુલ એકજ મહિનામાં બીજી વખત તૂટી જતા સ્થાનિકોને મુશ્કેલી
એક મહિના પહેલા જ વરસાદના કારણે આ પુલ તુટી ગયો જેને તંત્ર દ્વારા કામ ચલાઉ રિપેર કરી ચાલુ કરાયો હતો:બ્રિજ તૂટી જતાં સ્થાનિકો ને 30 થી 35.કિમી વધારે ફરી ને જવું પડશે અથવા જીવ ના જોખમે નદીના પાણીમાંથી પસાર થવું પડશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં હાલમાં છૂટો છવાયો વરસાદ પડતાં રસ્તાઓના ધોવાણ થયા હતા. ગત જુલાઇ મહિનામાં કરજણ નદીમાં પુરની પરિસ્થિતિ સર્જાતા મોવીથી ડેડીયાપાડા જતા યાલ - બીતાડા ગામ નજીક એક જૂનો બ્રિજ નદીમાં પાણીના પ્રવાહ વધતા તૂટી ગયો તેના ત્રણ ટુકડા થઈ ગયા હતા. જેને કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. અને નેત્રંગ રોડ પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, મુવી થી ડેડીયાપાડા જતા આજુબાજુના કેટલાક ગામોના ગ્રામજનોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ નાડું તૂટવાને કારણે સ્થાનિકોને 30 થી 40 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો હતો જેના માટે આ ફેરો ફરવા નહિ ઈચ્છતા લોકો નદીના પાણીમાં ઉતરીને કે બાઈક પસાર કરીને સામે કિનારે જઈ ને મોવી પહોચી રાજપીપળા તરફ જાય જતા હોય છે.
ઘરનો જીવન જરૂરી સામાન લેવા સ્કૂલ કોલેજ માં જવા સ્થાનિક લોકો જીવના જોખમે આ નદી પસાર કરીને જઈ રહ્યા હતા, એ ક્યારેક જીવલેણ સાબિત થાય એમ હતું
ત્યારે સ્થાનિકો ની માંગ અને જરૂરિયાત ને ધ્યાને રાખી તંત્ર દ્વારા તૂટેલા પુલ પર કામગીરી કરી કામ ચલાઉ પુલ તૈયાર કરાયો નથી સ્થાનિકો એ રાહત અનુભવી હતી પરંતુ આ કામ ચલાઉ તૈયાર કરેલો પુલ વરસાદના કારણે ફરી તૂટી જતા સ્થાનિકો બીજીવાર મુશ્કેલી માં મુકાયા છે
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
