News of Monday, 12th August 2024
સરાહનીય કાર્ય: મધ્યપ્રદેશના ગુમ થયેલા યુવાન, યુવતીને શોધી કાઢતી એકતાનગર પોલીસ
બે અલગ અલગ ગુમ થયેલ બનાવોમાં યુવક અને યુવતીને શોધી પરત તેમના પરિવારને સોપતી એક્તાનગર (કેવડીયા) પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જીલ્લા તેમજ અન્ય રાજયોના ગુમ થયેલ શખ્શોને શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે એ સૂચના આપતા એમ.કે.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર એકતાનગર પોલીસ સ્ટેશન નાઓ એ તેમના સ્ટાફના પોલીસ માણસોને ખાનગી બાતમીદાર મારફરતે બાતમી હકીકત મેળવી વોચ રાખવા સુચના આપેલ
જેમાં તા.૧૭/૦૬/૨૦૨૪ ના રોજ ગોરમી પોલીસ સ્ટેશન (મ.પ્રદેશ) ખાતે ગુમ જાણવાજોગ દાખલ થતા ગુમ શુદા અનિલકુમાર સુમ્મેરસિંહ જાદોન ઉ.વ.૩૬ રહે.ફરીલપુર તા.રાજાખેડા જી.જોલપુર (રાજેસ્થાન) નાઓ અસ્થિર મગજના હોય અને અવાર નવાર ઘરેથી નીકળી જતા હોય જેઓને શોધવા તા.૦૯/૦૮/૨૦૨૪ ના રોજ તેઓના સસરા બ્રહમલાલ પ્રભુદયાલ ભદોરીયા રહે. ફતેહાબાદ તા. ફતેહાબાદ જી.આગ્રા (ઉત્તર પ્રદેશ) ખાતેથી ગુમ થયેલ અનિલકુમાર સુમ્મેરસિંહ જાદોનને શોધવા આવેલ અને એકતાનગર પો.સ્ટે. આવી પોલીસ ઇન્સ્પેકટર નાઓને મળી હકિકત જણાવેલ કે આ અમરા જમાઇ અનિલકુમાર નાઓ દોઢ માસની છોકરી મુકી છેલ્લા બે માસથી ગુમ થયેલ છે અને તે બાબતે અમારી દિકરી પુનમ દેવીએ ગોરમી પોલીસ સ્ટેશન (મ.પ્રદેશ) ખાતે ગુમ જાણવાજોગ દાખલ કરાવેલ છે અને આ અમારા જમાઇ આશ્રમોમાં ફરતા ફરે છે તેવી હકીકત મળતા મદદ માટે આવેલ અને પો.ઇન્સ્પેકટર એ જરૂરી સુચના આપી ત્રણ પોલીસ માણસોને મોકલી તપાસ કરાવતા ગોરા ભારતી આશ્રમ ખાતેથી શોધી કાઢી તેમના સસરા ને સોપવામાં આવ્યા હતા.
જ્યારે બીજા બનાવ માં તા.૧૪/૦૫/૨૦૨૪ ના રોજ કાટલીયા પોલીસ સ્ટેશન ચાંદપુર જી.અલીરાજપુર (મ.પ્રદેશ) માં ગુમ જાણવાજોગ દાખલ થતા ગુમ થયેલ સંગલીબેન થામસિંહ ભીલાલા ઉ.વ.૧૯ રહે.મોરધી તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્ય પ્રદેશ) નાઓને શોધવા તા.૧૦/૦૮/૨૦૨૪ ના રોજ અલીરાજપુર ખાતેથી બે પોલીસ સ્ટાફના મણસો તેમજ ગુમ થનાર સંગલીબેનના ભાઇ પારસીંગ અને હે.કો. તથા પો.કો. સાથે એકતાનગર પો.સ્ટે. આવી પોલીસ ઇન્સ્પેકટર નાઓને મળી મદદ માંગતા પીઆઈ એ જરૂરી સુચના આપી બે પોલીસ માણસોને મોકલી આપતા ચોકસ બાતમી મેળવી ફુવારા સર્કલ, નવી હોસ્પીટલ ખાતેથી શોધી કાઢી હે.કો.આનંદભાઇ બ.ન.૩૩૦ તેમજ ગુમ શુદા સંગલીબેનના ભાઇ પારસીંગ નાઓને સોપી આગળની વધુ તપાસ અર્થે અલીરાજપુર ખાતેથી આવેલ પોલીસ સ્ટાફને સોપવામાં આવેલ છે
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
