News of Monday, 12th August 2024
સરદાર સરોવર નર્મદા બંધમાં જળસપાટી 135.88 મીટરે પહોંચી : ઓવરફ્લો થવામાં હવે માત્ર 2.83 મીટર બાકી
ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલીને કુલ 1,79,444 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે

સરદાર સરોવર નર્મદા બંધમાં જળસપાટી 135.88 મીટરે પહોંચી છે ડેમ ઓવરફ્લો થવાથી માત્ર 2.83 મીટર દૂર છે
ઉપરવાસમાંથી થઈ રહેલા પાણીની સતત આવકને પગલે, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
વર્તમાન ચોમાસામાં પહેલી વાર સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.88 મીટરે પહોચી છે. હાલમાં ઉપરવાસમાંથી 2,93,389 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલીને કુલ 1,79,444 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
