News of Monday, 12th August 2024
ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફુટ ખોલી 82263 ક્યુસેક પાણી છોડાયું: નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ
ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 62 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક

ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફુટ ખોલી 82263 ક્યુસેક પાણી છોડાયું, હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે
તાપી નદી ઉપર ઉકાઈ ડેમના વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમના 22 દરવાજાઓ પૈકી 9 દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે.
ઉપરવાસમાંથી પાણીની થઈ રહેલ વિપુલ આવકને ધ્યાને લઈને તંત્ર દ્વારા વધુ દરવાજા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 62 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે,
જ્યારે ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં 82 હજાર 263 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે તાપી કિનારાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
