News of Tuesday, 13th August 2024
ગુજરાતમાં શિક્ષકો ફરી વખત મહાઆંદોલન કરશે : જુની માંગણીઓ-પડતર પ્રશ્નો અંગે સરકાર સામે ચઢાવી બાંયો
શૈક્ષિક મહા સંઘે આંદોલન કરવાની ચીમકી આપી: આગામી 16મી ઓગસ્ટથી રાજ્યભરમાં ફરી એકવાર શૈક્ષિકે સંઘ મહાઆંદોલનનું કરશે.

અમદાવાદ : રાજયમાં ફરી એકવાર શિક્ષકો અને સરકાર વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઇ છે. હાલમાં મળતા રિપોર્ટ મુજબ આગામી દિવસોમાં ફરી એકવાર શૈક્ષિક સંઘ મોટા આંદોલન કરવાના મૂડમાં છે. રાજ્યભરના શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોને લઇને ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનના પગલે સરકાર તરફથી શિક્ષણ વિભાગના અધિકારી અને શિક્ષકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી.
પરંતુ બેઠકમાં સંતોષકારક નિવારણ અને કોઇ ઉકેલ ના આવતા હવે શૈક્ષિક મહા સંઘે આંદોલન કરવાની ચીમકી આપી છે. આગામી 16મી ઓગસ્ટથી રાજ્યભરમાં ફરી એકવાર શૈક્ષિકે સંઘ મહાઆંદોલનનું કરશે.
સરકાર અને શૈક્ષિક સંઘ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી પડતર માંગણીઓને લઇને ચર્ચાઓ ચાલી રહી છે, અનેકવાર બેઠકો પણ યોજાઇ જોકે કોઇ નક્કર ઉકેલ આવતો નથી. હાલમાં જ સરકાર અને શૈક્ષિક સંઘ વચ્ચે મેગા બેઠક યોજાઇ હતી, તેમાં પણ કોઇ ઉકેલ ના આવતા હવે શૈક્ષિક સંઘે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આગામી 16 ઓગસ્ટે ગુજરાત શૈક્ષિક સંઘનું મહાઆંદોલન યોજાશે. શિક્ષકો માટે OPS સહિતના પ્રશ્નોની માંગ સાથે આ આંદોલન કરવામાં આવશે. આ આંદોલન પાટનગર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં યોજાશે. રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતુ કે, આંદોલન અંગે માહિતી આપી છે કે, મહાઆંદોલનના દિવસે આગામી રણનીતિ ઘડાશે. હવે શૈક્ષિક મહાસંઘ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને આંદોલન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
