News of Tuesday, 13th August 2024
ગુજરાતમાં ખરીફ વાવણી ૯૦.૦૬%: કપાસ ૯૪%, મગફળી ૧૦૮%
રાજયમાં કુલ ૭૭ લાખ હેકટરમાં વાવેતરઃ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ વાવેતર કપાસનું

રાજકોટ તા. ૧૩ :.. ગુજરાતમાં ચોમાસુ પાકની વાવણીનું કાર્ય પૂર્ણતાના આરે છે. રાજયની કુલ વાવણી ૯૦.૦૬ ટકા થઇ છે. હવે અમૂક વિસ્થારોમાં વાવણી ચાલુ છે. મુખ્યત્વે કપાસ અને મગફળીની વાવણી થઇ છે. કપાસ લાંબા ગાળાનો પાક છે. મગફળી દિવાળી પહેલા બજેટમાં આવવા લાગશે. કપાસ-માંડવી સિવાઇ ઝોનવાઇઝ અલગ -અલગ વાવેતર થયા છે.
મગફળીનુેં ૧૯,૦૭,૩૭પ, હેકટરમાં વાવેતર થયું છે. તે મગફળીના કુલ વાવેતર વિસ્તારના ૧૦૮.૯૦ ટકા થાય છે. કપાસ ર૩,૪૭,૩૪૯ હેકટરમાં વાવવામાં આવ્યો છે તો ૯૪.૦૭ ટકા થાય છે. મગફળીનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ વધ્યું છે. કપાસનું ઘટયું છે.
ડાંગર, ૮,૪ર,રપપ હેકટરમાં અને મકાનઇ ર,૮૪,૭૭૧ હેકટરમાં વાવવામાં આવી છે. તુવેર ર,૧૩,૩પ૭ હેકટરમાં અને મગ પ૧૩૪૪ હેકટરમાં વાવવામાં આવ્યા છે. ધાન્ય પાકોનું ૯૭.૦૯ ટકા અને તેલીબિયા પાકોનું ૯૦.૩૩ ટકા વાવેતર થયું છે.
ઉપરાંત ચોમાસુ પાક તરીકે મઠ, જૂવાર, તલ, દિવેલા, સોયાબીન, ગુવારસીડ વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે. ૮,૮૪,ર૩૬ હેકટરમાં ઘાસચારો અને ર,૩૦,પ૧૧ હેકટરમાં શાકભાજી વાવવામાં આવેલ છે. ખેત ઉપજનો આધાર વરસાદ, હવામાન સહિતના કુદરતી પરિબળો પર રહે છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
