News of Tuesday, 13th August 2024
કેનેડામાં રહેવાનું અને કચ્છમાં નોકરી : સરકારની આંખમાં ધૂળ નાખનાર ૧૭ પૈકી ૪ શિક્ષકો વિદેશમાં
આવા કર્મચારીઓ સામે એસીબીનો કેસ કરી પાસપોર્ટ ફ્રીઝ કરો, બાળકો શિક્ષણથી વંચિત, અન્ય યુવાનો બેરોજગાર, પોતે મફતનો પગાર લઈ કરે જલસા

(ભુજ) રાજ્ય સરકારના કર્મચારી તરીકે ગુજરાતમાં પગાર મેળવી વિદેશમાં વસવાટ કરતાં તેમ જ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર શિક્ષકોની કચ્છમાં ૧૭ છે. આવા ભ્રષ્ટ કર્મીઓના પાપે અન્ય નોકરી ઇચ્છુક યુવાનો બેરોજગાર રહે છે તેમ જ શિક્ષકોના અભાવે બાળકો શિક્ષણથી વંચિત રહે છે. કચ્છમાં આવા ૧૭ શિક્ષકો હોવાનું જિલ્લા શિક્ષણ તંત્રએ જાહેર કર્યું છે. હદ તો ત્યાં થાય છે કે ૪ શિક્ષકો કેનેડામાં રહી અને કચ્છમાં નોકરી કરી પગાર મેળવી રહ્યા છે. એક શિક્ષક તો બીજી સરકારી ક્લાર્ક ની નોકરી કરે છે. આવા હરામખોર તત્વો ચુંટણી ફરજમાં થી કેમ વંચિત રહી ગયા? સરકારે તાલુકા કેળવણી નિરીક્ષક તેમ જ જિલ્લા સરકારી શિક્ષણાધિકારી સામે પણ ગુનો (દાખલ કરવો જોઈએ. તથા હરામ નો પગાર લેનારા શિક્ષકો સામે એસીબીનો કેસ કરી તેમના બેંક ખાતા અને મિલકતો સીલ કરી પાસપોર્ટ ફ્રીઝ કરવા જોઈએ
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
