હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૦૯૦ ફૂટ ટેકરી પર ૬ કી.મી. ટ્રેકિંગ કરી પોલિસે છેવાડાનાં માનવી સાથે ટોચ પર તિરંગો લહેરાવ્યો
ઉત્તર સૌરાષ્ટ્નાં વડા એવા રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવનાં માર્ગદર્શનમાં ચાલતા સાગર સુરક્ષા અભિયાનમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ ટીમ દ્વારા જિલ્લા પોલીસ વડાનાં નેતળત્વ હેઠળ થયેલ અદમ્ય સાહસની પડદા પાછળની કથા

રાજકોટ, તા.૧૩: તિરંગા યાત્રાના માધ્યમથી રાષ્ટ્રદ્રોહી તત્વો સામે જાગળતિ લાવવા રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ ચાલતા અભિયાનમાં નિર્જન ગણાતા અને ગેર કાયદે પ્રવળત્તિઓ માટે સોફ્ટ ટાર્ગેટ માનવામાં આવતા નિર્જન ટાપુઓ પર અમારી બાજ નજર છે તેવું પ્રસ્થાપિત કરવા ત્યાં તિરંગા યાત્રા યોજી હતી એ જાણીતી વાત છે.
લોકોમાં અસામાજિક પ્રવૃતિઓ કરતા તત્વો સામે અમારા જંગમાં લોકોનો સહયોગ અને તેમની સાથે સીધુ કનેક્શન ખૂબ જરૂરી હોય છે, જે અંતર્ગત દ્વારકાના સર્વોચ્ય શિખર એટલે આભાપર પર લોકોને સાથે રાખી તિરંગો લહેરાવ્યો છે.
આ અદમ્ય પ્રયાસ સફળ બનાવવા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિથી માંડી પોલિસના નાના મોટા સ્ટાફ ગ્રામ રક્ષક દળની ભૂમિકા પણ સરાહનીય રહેલ.
સૌરાષ્ટ્રના વિશાળ સાગર કાંઠા આસપાસનો વિસ્તાર પર જો પોલીસની નજર હટે તો દુર્ઘટના ઘટે એ ખૂબ સારી રીતે સમજતા દ્વારકા એસપી નિતેશ પાંડે ટીમ દ્વારા વધુ એક વખત દુર્ગમ વિસ્તારોમાં લોકોની જાગળતિ દ્વારા ડ્રગ્સ માફીયાઓ, હથિયારનાં સોદાગરોને સંદેશ આપવા પ્રયાસ કરી રેન્જ વડા અશોક કુમાર યાદવની નીતિ મુજબ સાગર સુરક્ષા સાથે આસપાસના સર્વે કરેલ વિસ્તારોમાં સુરક્ષા કવચ પહેરાવવા કમર કસી છે.
ઉક્ત બાબતે દ્વારકા એસપી નિતેશ પાંડેએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે અમારા રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા ઉતર સૌરાષ્ટ્નાં રાજકોટ રેન્જ હેઠળ આવતા સાગર માટે સાગર સુરક્ષા સ્કીમ ઘડી છે, જેમાં લોકોને પણ અમારી ટીમ તાલીમ આપી જાગળતિ લાવી રહી છે.
ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બરડા ડુંગર વિસ્તારનાં છેવટનાં ‘નેશ'માં વસવાટ કરતા રાવણાનેશ, અંધારીયાનેશ, સોનકંસારીનેશ, મોરબીયાનેશ, બાબરીનેશ તથા આભાપરાનેશમાં વસવાટ કરતા માલધારીઓને ‘તિરંગા યાત્રા'માં સામેલ કરી તેમને તિરંગા વિત્તરણ કરી, તેમના રહેઠાણથી તિરંગા યાત્રાની શરૂઆત કરી દુર્ગમ અને કઠીન કેડીયો મારફતે બરડા ડુંગરની ટોચ પર આવેલ ૨૦૯૦ ફુટ ઉંચાઇ ધરાવતા ‘આભાપરા' ટેકરી કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી ઉંચી ટેકરી પર કુલ ૦૬ કી.મી. ટ્રેકીંગ કરી સ્થાનિક નેશવાસીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીઓ તથા જીઆરડી જવાનો સાથે લઇ ટોચ પર તિરંગો લહેરાવી આ તિરંગા યાત્રાને જિલ્લાનાં દુર્ગમ અને સામાન્યર જન-જીવનથી અળગા રહેલા નેશવાસીઓ સુધી પહોંચાડી રાષ્ટ્રભકિત માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
