<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

ગુજરાતના મધ્‍ય અને દક્ષિણ વિસ્‍તારો ઉપર મેધરાજા ની મહેરઃ ૩૪ તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ

સોૈથી વધુ નવસારીમાં સાડા ત્રણ ઇંચ થી વધુ ખાબકયો

અમદાવાદઃ તા. ૧૩: સોમવારના રોજ ગુજરાતમાં મેધરાજાની સવારી મધ્‍ય અને દક્ષિણના જિલ્લાઓમાં આવી પહોંચી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૨ તાલુકામાં મેધમહેર થઇ છે. સૌથી વધુ અસર મધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં થઇ છે. રાજયના કુલ ૩૪ માંથી ૩૩ તાલુકામાહં વરસેલા ૧ ઇંચથી વધુ વરસાદવાળા તાલુકા મધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં આવે છે. ત્‍યારે જાણો કયાં કેટલો વરસાદ ખાબકયો છે.

નવસારીમાં સાડા ત્રણ ઇંચ, ઉંમરપાડામાં ત્રણ ઇંચ, પલસાણામાં ૨.૫ ઇંચ, ડભોઇમાં ૨.૨ ઇંચ, હાલોલ અને ડોલવણમાં ૨ ઇંચ વલોડમાં ૧.૮ ઇંચ, સુબીરમાં ૧.૭ ઇંચ મહુવામાં ૧.૬ ઇંચ, વાંસદામાં ૧.૬ ઇંચ, બારડોલીમાં ૧.૫ વધઇમાં ૧.૫ ઇંચ ડેડિયાપાડામાં ૧.૫ સાવલીમાં ૧.૫ ઇંચ સોજીત્રામાં ૧.૫ ઇંચ. માંગરોળમાં ૧.૫ ઇંચ, પેટલાદમાં ૧.૪ ઇંચ, મોરવા (હડફ) માં ૧.૩ ઇંચ વરસાદ વરસ્‍યો છે.

(4:43 PM IST)