તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
બનાસકાંઠાના અમીરગઢમાં દોઢ ઇંચ : ૬૨ તાલુકામાં હળવો - ભારે વરસાદ
ગુજરાત - સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ સાથે ઝાપટારૂપે વરસતો વરસાદ

અમદાવાદ તા. ૧૩ : સોમવારના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પહોંચી છે. આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં ૪૮ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે.
આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૪૮ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મધ્ય ગુજરાતને છોડીને ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ નોંધાયો છે.
સોમવારના રોજ ગુજરાતમાં મેઘરાજાની સવારી મધ્ય અને દક્ષિણના જિલ્લાઓમાં આવી પહોંચી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૨ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ અસર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થઈ છે. રાજયના કુલ ૩૪માંથી ૩૩ તાલુકામાં વરસેલા ૧ ઈંચથી વધુ વરસાદ વાળા તાલુકા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવે છે.
આજે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જયારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
