News of Tuesday, 13th August 2024
ધોરણ-10તથા સંસ્કૃત પ્રથમની અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ-સામાન્ય પ્રવાહ સહિતની પરીક્ષાના પરિણામની ચકાસણી બાદ આખરી સુધારા રિપોર્ટ જાહેર
ઉમેદવારે પોતાનો ગુણચકાસણીનો રીપોર્ટ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ધોરણ-૧૦ માટે - ssc.gseb.org • ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે-sci.gseb.org • ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ માટે - hsc.gseb.org મેળવી લેવાનો રહેશે

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધોરણ-૧૦ તથા સંસ્કૃત પ્રથમાની અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની જૂન-જલાઇ (પૂરક) પરીક્ષા-૨૦૨૪ નું પરિણામ તારીખ ૨૯/૦૭/૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ હતું. પરિણામ બાદ ગુણચકાસણી માટે નિયત સમયમર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલ આખરી સુધારા(CHANGE/ND CHANGE) દર્શાવતો રીપોર્ટ આજરોજ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામાં આવે છે.
અરજી કરેલ ઉમેદવારે પોતાનો ગુણચકાસણીનો રીપોર્ટ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા નીચે દર્શાવેલ વેબસાઇટ પરથી તા.૧૩/૦૮/૨૦૨૪ થી તા.૨૩/૦૮/૨૦૨૪ સુધી તેમના દ્વારા કરવામાં આવેલ અરજીની વિગતો (SEAT NUMBER, MOBILE NUMBER AND PASSWORD) એન્ટર કરી, લોગ-ઇન થઇ ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે.
ગુણચકાસણીનો રીપોર્ટ ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ • ધોરણ-૧૦ માટે - ssc.gseb.org • ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે-sci.gseb.org • ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ માટે - hsc.gseb.org
વધુમાં જણાવવાનું કે ગુણચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક/પ્રમાણપત્ર સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે. શાળઓએ આ ગુણપત્રક/પ્રમાણપત્ર સંબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલ ગુણપત્રક/પ્રમાણપત્ર પરત મેળવી બોર્ડની કચરી સંબંધિત પરીક્ષા શાખામાં જમા કરાવવાના રહેશે. ઉમેદવારોએ ગુણચકાસણી રીપોર્ટ ફકત ઓનલાઇન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને જવાબ ટપાલ દ્વારા મોકલવાની પધ્ધતિ અમલમાં નથી. જેની સંબંધિત શાળાના આચાર્ય, વાલીઓ તથા તમામ વિદ્યાર્થીઓને નોંધ લેવા વિનંતી.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
