<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

અમદાવાદમાં દુષ્કર્મ આચરીને ભાણીને ગર્ભવતી બનાવી આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે માસાની પોલીસે કરી ધરપકડ

વડવળીયા ગામની 22 વર્ષીય યુવતીને તેના સગા માસા લક્ષ્મણ ગોરધન દોમડીયાએ ગર્ભવતી બનાવી હતી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં દુષ્કર્મ આચરીને ગર્ભવતી થતા આત્મહત્યા કરનાર યુવતીના કેસમાં વેજલપુર પોલીસે મૃતક યુવતીના માસાની ધરપકડ કરી છે.

  ગીરસોમનાથ જિલ્લાના વડવળીયા ગામની 22 વર્ષીય યુવતીને તેના સગા માસા લક્ષ્મણ ગોરધન દોમડીયાએ ગર્ભવતી બનાવી હતી. આથી યુવતીએ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધુ હતું. આ કેસમાં પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે, મૃતક યુવતીના માસા અને સ્ટર લાઈફ બાયોટેક કંપનીના મલિક લક્ષ્મણ ગોરધન દોમડીયાની ધરપકડ કરી છે

(7:00 PM IST)