<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

બાયડના રમાસ ગામેથી ઝડપાયેલ બાંગ્લાદેશી યુવક મામલે મોટો ઘટસ્ફોટ: રામરોટી ગામની યુવતીને મળવા આવ્યો હતો

વક વિઝા, પાસપોર્ટ વિના ભારતમાં ઘૂસ્યો હતો :શંકાસ્પદ હિલચાલના પગલે સ્થાનિકોએ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો દુબઈમાં યુવક-યુવતી બંને સાથે નોકરી કરતા હોવાનું ખુલ્યું

અરવલ્લીના બાયડના રમાસ ગામેથી ઝડપાયેલ બાંગ્લાદેશી યુવક મામલે મોટો ઘટસ્ફોટ છે. બાંગ્લાદેશનો યુવક વિઝા, પાસપોર્ટ વિના ભારતમાં ઘૂસ્યો હતો, યુવક રામરોટી ગામની યુવતીને મળવા આવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે

 વધુમાં દુબઈમાં યુવક-યુવતી બંને સાથે નોકરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. યુવકની શંકાસ્પદ હિલચાલના પગલે સ્થાનિકોએ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો હતો.તેના મોબાઇલની તપાસ કરતા મળી તેમા ભારત વિરૂદ્ધ લખાણ મળી આવ્યુ હતુ.

(7:04 PM IST)