<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ નવા જજની નિમણુંક થશે : સુપ્રીમકોર્ટના કોલેજિયમે આપી મંજૂરી

સંજીવ જયેન્દ્ર ઠાકર ,ડીએન રે,અને મૌલિક જીતેન્દ્ર શેલત બનશે ગુજરાત હાઇકોર્ટના જજ :ડીએન રે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના પુત્ર અને સંજીવ ઠાકર ગુજરાત માનવ અધિકાર પંચના ચેરમેનના ભાઈ:મૌલિક શેલત પણ ગુજરાત હાઇકોર્ટમાં કરે છે પ્રેક્ટિસ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં નવા ત્રણ જજોની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટે 3 વકીલોના નામની ભલામણ કરી છે. સુપ્રિમ કોર્ટના કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંકને લઇ મંજૂરી આપી છે. ગુજરાત હાઈકોર્ટમાં 3 નવા જજ સંજીવ ઠાકર, દીપતેન્દ્ર રાય અને મૌલિક શેલતને નિમણૂંક કરાશે. 

 સુપ્રિમ કોર્ટના કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂંકને લઇ મંજૂરી આપી છે. સુપ્રિમ કોર્ટના કોલેજીયમે ત્રણ એડવોકેટને જજ બનાવવા છે. સંજીવ ઠાકર, દીપતેન્દ્ર રાય અને મૌલિક ગુજરાત હાઇકોર્ટમાં જજ બનશે.

સંજીવ જયેન્દ્ર ઠાકર ,ડીએન રે,અને મૌલિક જીતેન્દ્ર શેલત ગુજરાત હાઇકોર્ટના જજ બનશે, ડીએન રે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના પુત્ર છે અને સંજીવ ઠાકર ગુજરાત માનવ અધિકાર પંચના ચેરમેનના ભાઈ છે જયારે મૌલિક શેલત પણ ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે

 

4 કન્સલ્ટી-જજમાંથી, ત્રણે હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક માટે ઉમેદવારની યોગ્યતા અંગે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે અને એકે કોઈ અભિપ્રાય આપ્યો નથી. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા ફાઇલમાં આપવામાં આવેલા ઇનપુટ્સ સૂચવે છે કે ઉમેદવાર સારી વ્યક્તિગત અને વ્યાવસાયિક છબીનો આનંદ માણે છે અને તેની પ્રામાણિકતાના સંદર્ભમાં કંઇપણ પ્રતિકૂળ ધ્યાને આવ્યું નથી. તેઓ મુખ્યત્વે સિટી સિવિલ એન્ડ સેશ- ૫ કોર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરે છે. 

 ટ્રાયલ લેવલે કેસો હેન્ડલ કરવામાં બારમાં 31 વર્ષનો તેમનો અનુભવ ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ, કોમર્શિયલ અને આર્બિટ્રેશનના કેસોના કામકાજમાં ખૂબ જ ઉપયોગી થશે. તમામ સંબંધિત તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, કોલેજિયમનું માનવું છે કે ઉમેદવાર હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે યોગ્ય છે.

(7:16 PM IST)