<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારોને ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારનો નિર્ણય

લોકરક્ષક ભરતી 2021 માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર સામે કાર્યવાહી

અમદાવાદ : લોકરક્ષક ભરતી 2021 માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

:રાજ્યમાં યોજાતી સરકારી નોકરીઓની ભરતીમાં થતા ગોટાળા હોય કે પછી પેપર લીકની ઘટના હોય તેને લઈ સરકાર પર અનેકવાર સવાલો ઉઠવા પામ્યા છે, જેને લઇને સરકાર પણ અનેકવાર દુવિધા માં મુકાઈ ચૂકી છે, ત્યારે આ વચ્ચે સરકાર આ પ્રકારની ગેરરીતિને લઈ એક્શનમાં આવી છે.

હકીકતમાં સરકારે આગામી ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની ભરતીમાંથી 2021 માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિઓ માટે દોષિત ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લીધો છે.

જેમાં લોકરક્ષક ભરતી 2011-RRની ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ આચરનાર કુલ 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં 28/05/2024 થી આગામી 3 (ત્રણ) વર્ષ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.

(7:25 PM IST)