તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 13th August 2024
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય સુશ્રી નીતાબેન સેવક નિવૃત:સંયુક્ત સચિવ રોનક મહેતાને જવાબદારી સોંપાઈ
સુશ્રી નીતાબેન આઇ. સેવકની વય નિવૃત્તિથી ખાલી પડેલ જગ્યાનો હવાલો રોનક એમ. મહેતાને સોંપાયો

ગાંધીનગર :પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની તા.૨૧/૦૬/૨૦૨૪ની અધિસૂચના ક્રમાંક: કેપી/૨૦/૨૦૨૪/પસબ/૧૦૨૦૧૪/૮૦૩૦૨૪/છ થી મળેલ મંજૂરી અન્વયે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય સુશ્રી નીતાબેન આઈ. સેવક તા.૦૯/ ૦૭/૨૦૨૪ના રોજ કચેરી સમય બાદથી વય નિવૃત્ત થયેલ છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની (સેવાની શરતો) હુકમ, ૧૯૯૭થી મળેલ સત્તાની રૂએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સભ્ય સુશ્રી નીતાબેન આઇ. સેવકની વય નિવૃત્તિથી ખાલી પડેલ જગ્યાનો હવાલો રોનક એમ. મહેતા, સંયુક્ત સચિવ (મહેકમ, એચ. આર.એમ.એસ.), સામાન્ય વહીવટ વિભાગને સોંપવામાં આવે છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
