<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

સરદાર સરોવર ડેમના ઉપરવાસ માંથી પાણી આવક ઓછી થતા ડેમની જળસપાટી 21 સેમી ઘટી

હજુ 9 દરવાજામાંથી કુલ 1.56 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા ડેમ ઉપરવાસમાંથી પાણીની આવક માં હવે ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી આવક કરતા જાવક વધારી પુનઃ ડેમ બે મીટર ખાલી કરવાની કોશિશ કરી રહી છે એટલે ફરી વધુ પાણી છોડવામાં આવે તો નર્મદા ડેમ અને કાંઠાના ગામોને અસર ના પહોંચે. છેલ્લા ત્રણ દિવસ થી નર્મદા ડેમના 9  દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે નર્મદા નદીમાં 1.56 લાખ  ક્યુસેક પાણી છોડવામાં આવતા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં  આવ્યા છે.
    મંગળવારે સવારે નર્મદા ડેમની જળસપાટી 135.78 મીટરે હતી  પાણીની આવક ઘટતા ધીરે ધીરે સાંજે ડેમની સપાટી 135.54 મીટરે પહોંચી છે. વધુમાં નદી તળ વિધુત મથક (R.B.P.H) ના 6 મશીનો દ્વારા 43897 ક્યુસેક પાણી નદી માં છોડવામાં આવે છે. સાથે 9 દરવાજા માંથી 90 હજાર મળી સરદાર સરોવર બંધમાંથી નર્મદા નદીમાં કુલ 1,56,650  ક્યુસેસ પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે. અસરગ્રસ્ત કરતા નાંદોદ, ગરૂડેશ્વર તેમજ તિલકવાડા તાલુકાના ગામોના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

 

(11:53 PM IST)