તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
કેવડીયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આમઆદમી પાર્ટી અને કોંગ્રેસનો રાજકીય સ્ટંટ : મનસુખભાઈ વસાવા
અમારા ભાજના આગેવાનોને પૂછ્યા વગર અમે કાર્યક્રમમાં હાજર રહેવાના હોવાની જાહેરાત ચૈતર વસાવાએ કરી એ ખોટું : મનસુખ વસાવા

---
ફોટો kevadiya
(ભરત શાહ દ્વારા) રાજપીપળા:કેવડિયા આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોના મોતનો મામલે રાજકારણ ગરમાયુ છે, આજે આપ ના ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા મોટી સંખ્યામાં કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકરો આવવાના હતા જોકે નર્મદા પોલીસે શ્રદ્ધાંજલી અને રેલી કાઢવાની પરમિશન નથી આપી જેને લઈ આપ અને કોંગ્રેસના કાર્યકરો નિરાશ છે, આ કાર્યક્રમ પહેલાજ બોગજમાં ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે રાજપીપળા આવતાં રોકી લીધા છે પોતાના ઘરે બોગજ ગામે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા ને નજર કેદ કર્યા સાથે નર્મદા પોલીસે તમામ ચેકપોસ્ટ માં પોલીસ ખડકી ધીધી છે, અને તમામ ની ચકાસણી કરી જવા દેવામાં આવી રહ્યા છે, જોકે કોઈ મોટી ઘટના ન બને એ માટે જિલ્લાની પોલીસ નર્મદા સુરક્ષા વ્યવસ્થામાં લાગી ગઈ છે.
બીજી બાજુ સાંસદ મનસુખભાઈ વસાવાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આપ ના ચૈતર વસાવાએ ખોટી રીતે વાતો વહેતી કરી હતી કે આ કાર્યક્રમમાં ભાજપના સંસદ પણ જોડવાના છે એ બાબત ને હું સખદ શબ્દમાં વખોડું છું અને મૃતકોના નામની પરમિશન માગી રાજકારણ રમવા જાય છે પરંતુ પોલીસે પરમિશન ન આપતા આજે એમનો રાજકીય રોટલો સેકાયો નહિ, આજે સરકારે મૃતકો ને સહાય પણ આપી તો આવી શ્રદ્ધાંજલિ અને રેલીઓ કાઢવાનો શુ અર્થ, આ માત્ર ને માત્ર રાજકીય રૂપ આપી હીરો થવા માગે છે પણ એ હવે નહિ ચાલે
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
