તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યાને ૧૨ વષઁ પુણઁ થયા.: બલડેવા-પીંગોટ ૭ અને ધોલી ડેમ ૮ વખત ઓવરફ્લો થયા,છતાં પાણી મળતું નથી
ત્રણેય ડેમની કેનાલ ૪૫ વષઁથી તુટેલી-જજૅરીત હાલતમાં: ભારે માટી પુરાણ થવાથી પાણની સંગ્રહ શક્તિમાં ઘટાડો થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામોને અલગ પાડી રાજ્ય સરકારે સન ૨૦૧૪માં નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો.નવો નેત્રંગ તાલુકો બન્યા બાદ આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની ૪૦-૪૫ વષઁથી તુટેલી-જજૅરીત કેનાલના નવીનીકરણની પ્રબળ માંગ ઉઠી હતી.પરંતુ પરીણામ શુન્ય રહ્યું છે.
બલડેવા-પીંગોટ અને ધોલી ડેમના નિમૉણને ૪૦-૪૫ વષઁ થયા છે.ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના પ્રવાહની સાથે મોટાજથ્થામાં માટી ડેમના તળ ભાગમાં કાયમી માટે સ્થાયી થવાથી ૮૦ ટકા ત્રણેય ડેમમાં પાણી પુરાણ થવાથી પાણીની સંગ્રહશક્તિમાં ઘટાડો નોંધાયો છે.દરવષઁ ચોમાસામાં ત્રણેય ડેમ ઓવરફ્લો થાય છે,અને રાજ્ય સરકારના ચોપડે નોંધાય છે.પરંતુ ભૌગોલિક રીતે પરીસ્થિતિ કોઈને નજરે પડતી નથી.ત્રણેય ડેમમાંથી ૫૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પુરતું પાણી મળી શકે તે માટે ૭૫ કિલોમીટર લાંબી કેનાલનું નિમૉણ કરાયું હતું.પરંતુ ૪૫ વષઁથી કેનાલ તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી ખેડુતોને સિંચાઈ માટેનું પાણી આપી શકાતું નથી.માત્ર ૩૦૦ હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી અપાઇ છે.આ કડવી વાસ્તવિક્તા છે.તેવા સંજોગોમાં સિંચાઈ માટેનું પુરતું પાણી નહી મળી શકવાના કારણે ખેડુતને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.આ બાબતે ખેડુતોના હિતમાં રાજ્ય સરકારમાં અવાજ કોણ ઉઠાવશે તે લોકમુખે ચચાઁઇ રહ્યું છે
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
